INSPIRE- INNOVATION IN SCIENCE PURSUIT FOR INSPIRED RESEARCH
MANAK- Million Minds Augmenting National Aspiration and Knowledge
(રાષ્ટ્રની
આંકાક્ષાઓ અને જ્ઞાનનો ફેલાવો કરતા હજારો વિચારો)
નવી ઈન્સ્પાયર
એવોર્ડ યોજનામાં અત્યાર સુધી INNOVATION શબ્દ ફકત વિજ્ઞાન ક્ષેત્ર સાથે સંકળાયેલ હતો પરંતુ
નવી યોજનામાં INNOVATION
શબ્દ ફકત વિજ્ઞાન નહી સમગ્રતયા કોઈપણ કાર્યક્ષેત્ર
સાથે સંબધિત રહેશે
ઈનોવેશનએ માત્ર સ્પર્ધાત્મક સફળતા મેળવવા માટે જ
નહી પરંતુ કોઈપણ સંસ્થા ઐાધોગિક વસાહતો
તેમજ વૈશ્વિક જગતમાં દેશના ઉતરોતર વિકાસ માટે જરુરી છે. ઈનોવેશન માનવ જીવનની
ગુણવતા સુધારણામાં ઉત્પાદન પ્રક્રિયા તેમજ સેવાઓમાં ફાળો આપે છે. આ રીતે તે માત્ર
સંશોધનાત્મક પ્રક્રિયાઓ પુરતુ મર્યાદિત નથી.
સરકાર દ્વારા ઈનોવેશનના રોલને સરહાનીય બનાવવા માટે ભારત સરકારે
૨૦૧૦-૨૦ ના દાયકાને ઈનોવેશન દાયકા તરીકે જાહેર કરેલ છે.