વિશ્વ યોગ દિવસ
21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિસાવદર તાલુકાની તમામ શાળાઓમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો એ યોગ કરી ને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.
"યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ; સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે."