રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા
રમતગમત અધિકારીની કચેરી જુનાગઢ દ્રારા દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ સ્પે.
ખેલમહાકુંભનું આઅયોજન જિલ્લા કક્ષાએથી કરવામાં આવ્યું હતું. જેમાં બીઆરસી ભવનની IED
શાખા હેઠળ વિસાવદર તાલુકાના કુલ ૫૮ જેટલા બાળકોનું જુદી જુદી રમતોમાં રજીસ્ટ્રેશન
કરવામાં આવેલ હતું. જેમાં VI, HI, OH, અને MR કેટેગરીના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
હતો.
આ સ્પે. ખેલમહાકુંભમાં વિસાવદર તાલુકાના કુલ ૧૯ દિવ્યાંગ બાળકોએ પ્રથમ,
દ્રિતિય, અને તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ સિધ્ધિ મેળવનાર બાળકોને ગુજરાત
સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્રારા કુલ ૮૧,૦૦૦ રુપિયા
જેટલી માતબર રકમની સાથે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ છે. સ્પે.
ખેલમહાકુંભ-૨૦૨૨ માં ભાગ લેનાર તમામ બાળકો અને માર્ગદર્શન આપનાર તમામ સ્પેશ્યલ
એજ્યુકેટરને બીઆરસી કૉ- ઓર્ડિનેટર બિપિનભાઇ વાઘમશીએ અભિનંદન પાઠવ્યા છે.